મોરબી ફાયરની ટીમ દ્વારા નવરાત્રિના આયોજકોને તાલીમ અપાઈ

- text


મોરબી : મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા નવરાત્રિ મહોત્સવ દરમિયાન કોઈ અણબનાવ ન બને તેના ભાગરૂપે ઉમિયા નવરાત્રી અને પાટીદાર નવરાત્રીમાં સ્થળ પર જઈને ફાયર ટ્રેનિંગ અને અગ્નિસામક યંત્રનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે માહિતી આપવામાં આવી હતી.

બંને નવરાત્રિ મહોત્સવના બોડીગાર્ડ (બાઉન્સર) અને સિક્યુરિટી ગાર્ડને બેઝિક ફાયર થાય તો શું કરવું ? શું ના કરવું ? એ વિશે પૂરતી માહિતી આપવામાં આવી હતી. મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ 24 કલાક મોરબીની જનતાની સેવા માટે હાજર રહેશે. કેવી રીતે 101 કંટ્રોલરૂમનો કોન્ટેક્ટ કરવો તે પણ જણાવવામાં આવ્યું હતું. આ સિવાય ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા મો.નં. 9979027520 અને જયેશ ડાકી (લીડિંગ ફાયરમેન) મો.નં. 9737403514 ફાયર ટ્રેનિંગ અને ઇમરજન્સી વખતે કોન્ટેક્ટ કરી શકો છો.

- text

- text