મોરબી પોલીસનો પહેલા નોરતે જ સપાટો, 5 પીધેલા પકડી 18 ધૂમ બાઈક ડિટેઇન કર્યા

- text


પ્રાચીન અર્વાચીન રાસોત્સવમાં પણ સઘન ચેકીંગ, બંટી બાબુડિયાઓને પદાર્થ પાઠ

મોરબી : મોરબી શહેરમાં નવરાત્રીના પ્રારંભે જ સીટી એ ડિવિઝન પોલીસે સતર્કતા દાખવી ગુન્હા બનતા પહેલા જ અટકે તે માટે સઘન ચેકીંગ ઝુંબેશ શરૂ કરી ગતરાત્રીના 5 શખ્સને પીધેલા પકડી લેવાની સાથે દારૂ પી વાહન ચલાવનાર એકને ઉપાડી લઈ ઘુમ સ્ટાઇલ રોડ ઉપર નિકળનાર ન્યુસન્સ ક્રિએટ કરતા 18 વાહનોને ડિટેઇન કરતા બંટી બાબુડિયાઓમાં ફફડાટ મચી ગયો હતો.

મોરબી શહેરમાં નવરાત્રીનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા પોલીસ વડાએ એક્શન પ્લાન ઘડી કાઢી દાંડિયા આયોજનમાં શી ટીમને ખાનગી ડ્રેસમાં મેદાને ઉતારી તમામ પોલીસ મથકોને સઘન ચેકીંગ કરવા સૂચના આપી છે ત્યારે સીટી એ ડિવિઝન પીઆઇ હકુમતસિંહ જાડેજાની ટીમે ગતરાત્રીના પ્રથમ નોરતે સઘન ચેકીંગ કરી પાંચ શખ્સને પીધેલી હાલતમાં પકડી પાડી એક શખ્સને દારૂના નશામાં વાહન ચલાવતા ઝડપી લઈ પદાર્થપાઠ ભણાવ્યો હતો.

આ ઉપરાંત નવરાત્રીના તહેવારને કારણે ગરબા જોવા નીકળતા નાગરિકો પરેશાન થાય તેવી હરકત કરવા બાદ મોડીફાઇડ સાઇલેન્સર ફિટ કરી ન્યુસન્સ ક્રિએટ કરતા 18 બાઈક ચાલકોના બાઈક ડિટેઇન કરી પોલીસ મથકે જમા કરી લીધા હતા. આ મોટાભાગના બાઈક રોયલ ઇનફિલ્ડ બુલેટ હોવાનું સામે આવ્યું છે. સીટી એ ડિવિઝન પોલીસની સખત કાર્યવાહીથી બંટી બાબુડિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

- text

- text