મોરબી : બેન્ક ઓફ બરોડામાં યોજાયો રક્તદાન કેમ્પ

- text


મોરબી : મોરબીમાં એસપી રોડ ઉપર સરદાર આર્કેડમાં આવેલ બેંક ઓફ બરોડાની ડિજિટલ બ્રાન્ચમાં સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેન્ક ઓફ બરોડાના સ્ટાફ પરિવાર તેમજ અન્ય રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. કેમ્પને સફળ બનાવવા માટે બેન્ક મેનેજર મેડમ પુષ્પાસિંગ તેમજ નિવૃત્ત બેન્ક કર્મચારી રામજીભાઈ અઘારાએ સહયોગ આપ્યો હતો. બ્લડ ડોનેશન કેમ્પના આયોજન બદલ બેંક પરિવારનો તેમજ રક્તદાતાઓનો સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પરમ પૂજ્ય પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ પટેલે અભિનંદન આપ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text