મોરબીની ઝીંઝુડા પ્રાથમિક શાળામાં તમાકુ નિયંત્રણ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : આજ રોજ તારીખ 4 ઓક્ટોબર ને શુક્રવારે ડિસ્ટ્રિક ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણના સયુંક્ત ઉપક્રમે ઝીંઝુડા પ્રાથમિક શાળા ખાતે વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6 થી 8 ના કુલ 53 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં પ્રથમ નંબરે ઉઢેજા સલમા કાસમભાઈ, બીજા નંબરે ગમારા મિતલ મંગાભાઈ, ત્રીજા નંબરે નોડે નવાઝ આમદભાઈ રહ્યા હતા. વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતા. તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણના મેડિકલ ઓફિસર ડો. જાગૃતિ ગાંભવાના માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર વિનોદ ચૌહાણ દ્વારા તમાકુના સેવનથી થતી નુકસાની અંગે તથા વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો તથા વ્યસનથી થતા ગેરફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ તમાકુ મુક્ત અને વ્યસન મુક્ત રહેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ડો. જાગૃતિ ગાંભવા, મ.પ.હે.સુ. વિનોદ ચૌહાણ, મ.પ.હે.વ.સંજય જીલરીયા, ફિ.હે.વ.જિજ્ઞાશા સિંગલ, હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય અશ્વિનભાઈ જીવાણી તથા શાળાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text

- text