ગરબે ઘૂમ્યા પછી પેટ પૂજાની ચિંતા ન કરતા : અવધ ઓનેસ્ટ-લજાઈ સવારે 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે

 

ખેલૈયાઓ માટે નવરાત્રી પૂરતી વિશેષ સુવિધા, ફાસ્ટફૂડ અને ડિનરમાં એકથી એક ચડિયાતી આઇટમોની લિજ્જત માણી શકાશે : રાત્રે 11:30 વાગ્યા સુધી ડિનર, ત્યારબાદ આખી રાત ફાસ્ટફૂડ પીરસાશે

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોડી રાત્રી સુધી ગરબે ઘૂમ્યા બાદ મોરબીના ખેલૈયાઓને સતાવતી પેટપુજાની ચિંતા કરી મોરબીની અવધ ઓનેસ્ટ હોટેલ લજાઈ દ્વારા અડધી રાત્રે પણ ગરમા -ગરમ ગાંઠિયા, જલેબીથી લઈ ખમણ, સમોસા, પાઉંભાજી, પુલાવ, સેન્ડવીચ, ઈડલી, ઢોસા, જ્યુસ, ચા, કોફી અને બીજું ઘણું બધું ઉપલબ્ધ રહેશે.

દર વર્ષે મોડી રાત્રી સુધી ગરબે ઘુમતા મોરબીના શોખીન ખેલૈયાઓને અડધી રાત્રે ડિલિશિયસ નાસ્તો કરવા ક્યાં જવું તેની ચિંતા સતાવતી હોય છે. પરંતુ હવે મોરબીના ખેલૈયાઓ માટે હવે શહેરની ભાગોળે લજાઈ ચોકડી નજીક આવેલી અવધ હોટેલ સવારના 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

નવરાત્રી દરમિયાન મોરબીના ખેલૈયાઓ માટે રાત્રે 11:30 સુધી પંજાબી, ચાઈનીઝ મેનુ તો ઉપલબ્ધ છે. આ ઉપરાંત આખી રાત ગરમા -ગરમ ગાંઠિયા,જલેબીથી લઈ ખમણ, સમોસા, પાઉંભાજી, પુલાવ, સેન્ડવીચ, ઈડલી, ઢોસા,જ્યુસ, ચા, કોફી અને બીજું ઘણુ બધું ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે….તો ચાલો આજે જ જઈએ અને લોન્ગ ડ્રાઈવની સાથે ક્રન્ચી અને ડિલિશિયસ અવધ મેનુનો સ્વાદ માણીએ.