હળવદના સાપકડા ગામને જોડતા રસ્તાઓ તાકીદે રિપેર કરાવવાની માંગણી

- text


સરપંચ દ્વારા તંત્રને કરાઈ રજૂઆત

હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામની સીમ જમીનના રસ્તાને થતું નુકસાન અટકાવવા બાબતે સાપકડા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોરબી કલેક્ટર કચેરી ખાતે ભૂસ્તર અને ખાણ ખનીજ વિભાગના કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

- text

આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, સાપકડા ગામની ખેતી લાયક સીમ જમીન આવેલી છે. જેમાં જવાના રસ્તા (1) સાપકડાથી ઘનશ્યામપુર (બુટ ભવાની મારગ) અને (2) સાપકડાથી ઢવાણા તરફ જવાનો રસ્તો (3) કેનાલ ઉપરનો સાપકડાથી ભલગામ તરફનો માર્ગ પર સ્ટોન ક્રશરના ઓવરલોડ વાહનો ચાલતા હોવાથી રસ્તા તૂટી ગયા હોય ખેડૂતો ચાલી શકે તેવી પરિસ્થિતિ ન હોય તથા ખેડૂતો દ્વારા પાણી લઈ જવા માટે નાખવામાં આવેલી લાઈનો પર આ ઓવરલોડ વાહનો ચલાવવાના કારણે તૂટી ગયા છે ત્યારે રસ્તા રિપેર કરવા માગ કરવામાં કરી છે.

- text