મોરબીમાં ગટરના કામો અંગે માહિતી આપવા શહેર કોંગ્રેસ સમિતિની માગ

- text


મોરબી નગરપાલિકા કચેરીના ચીફ ઓફિસરને લેખિતમાં કરી રજૂઆત

મોરબી : મોરબી શહેરમાં ગટરને લાગતા કામો અંગે માહિતી આપવા મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી નગરપાલિકા કચેરીના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, આનંદીબેન પટેલની સરકારમાં મોરબી નગરપાલિકાને ભૂગર્ભ ગટરના કામકાજને લઈને ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, તેમાં ક્યાં ક્યાં કામ થયા છે ? વર્ષ 2014થી આજ સુધી કેન્દ્ર સરકાર દ્વારા કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ? ક્યાં ક્યાં કામ પેન્ડિંગ છે ? ગટરના કામ કાજ માટે સ્વ-ભંડોળમાંથી કેટલી ગ્રાન્ટ વાપરવામાં આવી ? અને હાલ કુલ કેટલી ગ્રાન્ટ અસ્તિત્વમાં છે ? વગેરે માહિતી પૂરી પાડવા માગ કરવામાં આવી છે.

- text

- text