મોરબીની એલઈ કોલેજની વિદ્યાર્થિનીએ ઓલ ઈન્ડિયા થલ સૈનિક કેમ્પમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું

- text


 

ફાયરિંગ ઈવેન્ટ ભારતના 70,000 NCC કેડેટ્સમાંથી ટોપ 3 SW-કેડેટ્સમાં સ્થાન મેળવ્યું

મોરબી : લખધીરજી ઇજનેરી કોલેજ, મોરબીની સિવિલ ઇજનેરી વિભાગની LCPL ખુશીબા નરેન્દ્રસિંહ જાડેજા 2 GUJARAT – BN NCC UNITની કેડેટ છે. ખુશીબાએ તાજેતરમાં ઓલ ઇન્ડિયા થલ સૈનિક કેમ્પ- 2024માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં ફાયરિંગ ઈવેન્ટ માટે સમગ્ર ગુજરાતમાંથી ખાસ પસંદગી પામ્યા બાદ તેમણે ભારતના 70,000 NCC કેડેટ્સમાંથી ટોપ 3 SW-કેડેટ્સ (Snap Shooting) માં સ્થાન મેળવ્યું હતું. આ ગૌરવપૂર્ણ સિદ્ધિએ માત્ર ગુજરાતનું નામ જ ઉજાગર નથી કર્યું પરંતુ સમગ્ર મોરબી અને લખધીરજી ઇજનેરી કોલેજને પણ ગર્વ અનુભવે છે.

આ મહાન સિદ્ધિ માટે લખધીરજી ઇજનેરી કોલેજ, મોરબીના પ્રોફેસર એસ.એ. પટેલ (સિવિલ ઇજનેરી વિભાગ) અને NCC Officer (CTO) ડો. એ. ડી. બલદાણિયાએ ખુશીબાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે, “ખુશીબાની આ સિદ્ધિ એ તેનાં ખંતભર્યા પ્રયત્નો અને સમર્પણનું પ્રતિબિંબ છે, જે કોઈ પણ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્પદ છે. આ સિદ્ધિએ સમગ્ર કોલેજનું ગૌરવ વધાર્યું છે અને અન્ય કેડેટ્સને પણ પ્રોત્સાહન મળશે.”

- text

આ સૈનિક કેમ્પમાં ભાગ લેનાર ખુશીબાની આ નોંધપાત્ર સિદ્ધિએ નેશનલ કેડેટ કૉર્પ્સમાં તેમની પ્રતિભાને રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે માન્યતા અપાવી છે, જે તેમની મહેનત અને દ્રઢ સંકલ્પનો પરિણામ છે.

- text