મોરબીમાં અનેક રસ્તા પર ટ્રાફિકજામની સ્થિતિ

- text


અવારનવાર સમસ્યા થતી હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં 

મોરબી : મોરબીમાં ટ્રાફિકજામની સમસ્યા સામાન્ય બની ગઈ છે. અવાર-નવાર શહેરમાં અનેક જગ્યાએ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે. ત્યારે ફરી આજ પણ શહેરના અનેક ભાગોમાં ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.

મોરબી શહેરમાં આજે સવારે અનેક ભાગોમાં ટ્રાફિકજામ સર્જાયો હતો. જેમાં શહેરના વિવિધ ભાગો જેવા કે, ગાંધી ચોકથી લઈને પુલ સુધી તેમજ ગેસ્ટ હાઉસ રોડથી નહેરુ ગેટ સુધી આ ઉપરાંત રવાપર રોડ, શનાળા રોડ સહિતના રસ્તાઓ પર સવારના સમયે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ દરમ્યાન વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારે 8 કલાકથી લઈને બપોરના 12 કલાક સુધી ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, મોરબીમાં અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ત્યારે તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોઈ તેમ કાયમી ઉકેલ સ્વરૂપે કોઈ પગલાં લેવામાં આવતા નથી.

- text

- text