મોરબીમાં ઇકોમાંથી 40 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડી પાડતી પાલિકાની ટિમ

- text


મોરબી : હાલ મોરબી પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ ચાલી રહી છે. તેવામાં પાલિકાની ટીમે એક ઇકોમાંથી 40 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો છે.

- text

મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર કુલદીપ સિંહ વાળાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર કૃષ્ણસિંહ જાડેજા તેમજ તેમની ટીમ દ્વારા આજરોજ વહેલી સવારે 5: 30 કલાકે શનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડમાંથી ઇકો કારમાંથી આશરે 40 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરેલ છે અને રૂપિયા 3500નો દંડ ફટકારવામાં આવ્યો છે.

- text