મોરબી જિલ્લાને મળી ત્રણ નવી 108 એમ્બ્યુલન્સ

- text


જિલ્લા કલેકટર, એસપી અને ડીડીઓના હસ્તે નવી એમ્બ્યુલન્સનું કરાવાયું પ્રસ્થાન

મોરબી : મોરબી જિલ્લાને મળેલ ત્રણ નવી 108ને કલેકટર, એસપી અને ડીડીઓએ પ્રસ્થાન કરાવ્યું છે. હાલમાં મોરબી જિલ્લામા ટોટલ 12 જેટલી 108 અને 8 ખિલખિલાટ વાન લોકોની આરોગ્યલક્ષી સુવિધા માટે ઊપલબ્ધ છે.

108 ઇમરજન્સી મેડિકલ સેવા એ અત્યારના સમયમા કોઈ પણ નાગરીક માટે અજાણ્યું નામ નથી અને કોઈ પણ મેડિકલ ઇમરજન્સીના સમયે લોકોને પહેલા 108 જ યાદ આવે છે. હાલમાં ગુજરાત સરકાર દ્વારા આ સુવિધામા વધારા માટે આવરદા પુરી થયેલ હોય કે વઘારે ચાલેલ હોય તેવી એમ્બ્યુલન્સની જગ્યાએ નવી 100 એમ્બ્યુલન્સ ફાળવી છે. તેમાંથી મોરબી જિલ્લાને ત્રણ 108 એમ્બ્યુલન્સ આપેલ છે. આ નવી આપેલ 3 એમ્બ્યુલન્સનું આજરોજ નવરાત્રીના પ્રારંભે મોરબી કલેક્ટર ઝવેરી, પોલિસ અધીક્ષક ત્રિપાઠી, જીલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ અને જીલ્લાના અન્ય અધીકારીઓના હસ્તે પ્રસ્થાન કરેલ છે. તેમ યાદીમાં જણાવાયુ છે.

- text

- text