મોરબીમાં ફેકટરી ઉપર વીજળી પડતા વળતર ન ચૂકવનાર વીમા કંપનીને ગ્રાહક અદાલતની ફિટકાર

- text


વીમા કંપનીને નુકસાનીના વળતર પેટે રૂા.૧૦,૮૪,૮૭૩ની રકમ ૬ ટકાનાં વ્યાજ સાથે બે માસમાં ચૂકવી દેવાનો આદેશ

મોરબી : મોરબીમાં એક ફેકટરી ઉપર વીજળી પડતા મશીનરી સહિતની વસ્તુઓને નુકસાન થયું હોય, આ નુક્સાનનું વળતર ન ચૂકવનાર વીમા કંપનીને ગ્રાહક અદાલતની ફિટકાર પડી છે. કોર્ટે વીમા કંપનીને રૂ.૧૦,૮૪,૮૭૩ની રકમ ૬ ટકાનાં વ્યાજ સાથે બે માસમાં ચૂકવી દેવાનો આદેશ કર્યો છે.

- text

પ્રાપ્ત વિગતો અનુસાર કલ્પેશ ઈશ્વરલાલ પંડયા જેઓ રફાળેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મેસર્સ ટેકનોપેક પોલીમર્સ પ્રા. લી. નામનું એકમ ધરાવે છે. તેઓએ યુર્નીવસલ સોમ્પો જનરલ ઈન્સ્યોરન્સ કંપની લી. માંથી વીમા પોલિસી લીધી હતી. તા.૦૯/૦૯/૨૦૨૧ ના રોજ મોડી રાત્રીના ૨:૧૫ કલાકે સખત વરસાદ હોવાથી વિજળી યુનિટ ઉપર પડતા મશીનરી, પ્લાન્ટ સળગી જવા પામ્યો હતો. કંપનીએ પોતાના સર્વેયર મારફત મુલાકાત લઈ અહેવાલ પણ મેળવ્યો હતો. કંપનીએ વિજળી પડવાના કારણે શોર્ટસર્કિટ થયેલ હોવાથી તેનો સમાવેશ પોલીસી અને તેની શરતોમાં થતો નથી. તેવું જણાવી વળતર આપવા મનાઈ કરી હતી.

આ મામકો મોરબી જિલ્લા ગ્રાહક અદાલત સમક્ષ પહોંચતા ગ્રાહક અદાલતે વીમા કંપનીને રૂા.૧૦,૮૪,૮૭૩/- અરજી દાખલ તા.૩૦/૦૫/૨૦૨૨ થી રકમ વસુલ મળતાં સુધી ૬ ટકાનાં ચડતાં વ્યાજ સાથે બે માસમાં ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.

- text