મોરબીમાં હોટલ ભૂરા, કામા સ્પા, વ્રજ હોટલ સહિતના સામે નિયમભંગ મામલે કાર્યવાહી

- text


સ્પા અને હોટલ સંચાલકો વિરુદ્ધ વારંવાર કાર્યવાહી છતાં જૈસે થે

મોરબી : મોરબી શહેર અને તાલુકામા આવેલ હોટલોમાં અનૈતિક ધંધા ચાલી રહ્યા હોવાની સાથે સ્પાના નામે કુટણખાના ચાલતા હોવાનું જગજાહેર છે ત્યારે ગઈકાલે મોરબી સીટી એ, બી અને તાલુકા પોલીસે સ્પા અને હોટલમાં ધોસ બોલાવી 15 જેટલા સ્પા, હોટલ સંચાલકો વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

મોરબી પોલીસે હાથ ધરેલ ચેકીંગમાં શક્તિ ચેમ્બરમાં આવેલ હોટલ ભૂરા સ્પા, જિયાન પ્લાઝમા આવેલ કામા સ્પા, લીલાપર રોડ ઉપર આવેલ ગ્રેવીટી સ્પા, માળીયા હાઇવે ઉપર આવેલ કૃષ્ણ કુંજ હોટેલ, જુના બસસ્ટેન્ડ પાસે આવેલ હોટલ વ્રજ, નવા બસસ્ટેન્ડ પાસે આવેલ હોટલ રાધે, આશીર્વાદ ગેસ્ટ હાઉસ, ભક્તિનગર પાસે આવેલ બ્લ્યુ ઓસન સ્પા, ગુલમહોર સ્પા, વેનુસ સ્પા, ઓરેન્જ સ્પા, એચડી વેલનેસ સ્પા, દલવાડી સર્કલ પાસે આવેલ ટોપીન સ્પા, કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવેલ હનીએસ સ્પા સહિતના માલિકો વિરુદ્ધ કામે રાખેલ માણસો અને હોટલમાં આવતા મુસાફરોના નામની રજીસ્ટરમાં નોંધ ન કરવા બદલ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

- text

- text