મોરબીના નાના જડેશ્વર નજીક ખનીજચોરી ઝડપી લેતું તંત્ર

- text


હાર્ડ મોરમની ખનિજચોરી મામલે એક એક્સકેવેટર જપ્ત

મોરબી : મોરબી ખાણ ખનીજ વિભાગને મળેલી ફરિયાદ અને બાતમીને આધારે ખાણ ખનીજ વિભાગે નાના જડેશ્વર ગામે દરોડો પાડી ખનીજ ચોરી કરવા બાદ લાખોની કિંમતનું એક્સકેવેટર મશીન કબ્જે કરી ટંકારા પોલીસ મથકને સોંપી આપી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી ખાણ ખનીજ વિભાગને મળેલી ફરિયાદને આધારે નાના જડેશ્વર વિસ્તારમા આકસ્મિક તપાસ હાથ ધરતા હાર્ડ મોરામ ખનીજનું બિન અધિકૃત ખનન થતું હોવાનું સામે આવતા એક ટાટા હિટાચી કંપનીનું એક્સકેવેટર મશીન EX-200CC ઝડપી લેવામાં આવ્યું હતું. વધુમાં ખાણ ખનીજ વિભાગની તપાસમાં આ બિનઅધિકૃત ખાણકામ એક્સકેવેટર મશીન માલીક જાની નકુલભાઈ ભરતભાઈ રહે. નાના જડેશ્વર તા. ટંકારા જી. મોરબી દ્વારા કરવામાં આવતું હોવાનું સામે આવતા મશીન સીઝ કરી ટંકારા પોલીસ સ્ટેશન ટંકારા ખાતે સોંપી આપી ફોજદારી રાહે પગલાં ભરવા તેમજ દંડનીય કાર્યવાહી કરવા હાથ ધરી હતી.

- text

- text