મોરબીની લાયન્સનગર (ગો) પ્રાથમિક શાળાના ગેટ પાસે ઉભરાતી ગટરનો પ્રશ્ન હલ કરવા રજૂઆત

- text


મોરબી : મોરબી શહેરની લાયન્સનગર (ગોકુળ) પ્રાથમિક શાળાના ગેટ પાસે છેલ્લા ઘણા દિવસથી ઉભરાતી ગટરની સમસ્યાથી વિદ્યાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે. શાળાના ગેટ પાસે ઘણા દિવસથી ગટર ઉભરાય છે જેથી શાળાના આશરે 239 જેટલા વિદ્યાર્થીઓને આવવા જવા માટે દુષિત પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે.

ગટરના પાણીની દુર્ગંધ વર્ગખંડમાં પણ આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત શાળાની બાજુમાં આવેલી પડતર જગ્યામાં કચરો અને એઠવાડ નાખવામાં આવતો હોવાથી શાળામાં દુર્ગંધ આવી રહી છે. માખી અને મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે. જે વિદ્યાર્થીઓના આરોગ્ય માટે જોખમરૂપ છે. આ મામલે મોરબી નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી. તેથી ઉભરાતી ગટર બંધ કરી શાળાની આસપાસ સફાઈ કરાવવામાં આવે તેવી નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

- text