મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન

- text


ન્યૂ પેલેસ ખાતે 5 થી 7 ઓક્ટોબર દરમિયાન રાસ-ગરબાનું આયોજન

મોરબી : મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા મોરબીના ન્યૂ પેલેસ ખાતે તારીખ 5 થી 7 ઓક્ટોબર સુધી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજપૂત સમાજના બહેનો-દીકરીઓ સમાજની પરંપરા અનુસાર રાસ-ગરબા લઈ શકે તે માટે 5 થી 7 ઓક્ટોબર એમ ત્રણ દિવસીય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ત્રણેય દિવસ રાત્રે 8 કલાકથી રાસ ગરબા યોજાશે. આ નવરાત્રિ મહોત્સવમાં વિવિધ કેટેગરીમાં ઈનામો આપવામાં આવશે. જે બહેનોએ રાસ-ગરબામાં ભાગ લેવો હોય તેઓએ રાત્રે 8 થી 9 વાગ્યા સુધીમાં પાસ મેળવી લેવા જણાવાયું છે. આ નવરાત્રિ મહોત્સવના મુખ્ય સ્પોન્સર સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા પરિવાર જયદિપ એન્ડ કંપની- વવાણીયા (મોરબી) છે જ્યારે કો સ્પોન્સર ડી.એસ. ઝાલા દેવ સોલ્ટ પ્રા.લી. માળિયા (મિયાણા) છે. તો આ નવરાત્રિ મહોત્સવામાં મોરબી જિલ્લા રાજપૂત સમાજની બહેનો-દીકરીઓને ભાગ લેવા પ્રમુખ દશરથસિંહ ઝાલા સહિતના હોદ્દેદારોએ આમંત્રણ પાઠવ્યું છે.

- text

- text