મોરબીમાં કારમાં આગ લાગવાના પ્રકરણમાં FSLની ટીમે નમૂના લઈ તપાસ શરૂ કરી

- text


કાર અને વાયર બળી ગયા હોવાથી આગ લાગવાનું પ્રાથમિક તારણ કાઢવું પણ મુશ્કેલ

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર કિયા કારમાં અચાનક આગ લાગતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાના પ્રકરણમાં એફએસએલની ટીમે નમૂના લઈને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર લીલાપર ગામની નજીક જ મંગળવારે બપોરના સમયે કિયા સેલટોસ કારમાં આગ લાગી હતી અને કાર સેન્ટ્રલ લોક થઇ જતા કારમાં બેઠેલા અજયભાઈ નાનજીભાઈ ગોપાણી ઉ.39 નામના યુવાન કારમાંથી બહાર ન નીકળી શકતા આગમાં જીવતા ભડથું થઇ ગયા હતા. આ કેસમાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી કારમાંથી નમૂના લઇ તપાસ શરૂ કરી છે.

- text

એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજાએ જણાવ્યું હતું કે આજે એફએસએલની ટીમ આવી હતી. તમામ વાયર બળી ગયા હતા. શેના કારણે આગ લાગી તેનું પ્રાથમિક તારણ કાઢવું પણ મુશ્કેલ છે. રિપોર્ટ આવ્યા બાદ માલુમ પડશે. વધુમાં તેઓએ લોકોને અપીલ કરી છે કે કારમાં સીટ ઉપર હેડ હોય તે નીકળી શકે છે અને તેનાથી કાચ તોડી શકાય છે. કાર લોક થઈ જાય ત્યારે આવું કરવા માટે તેઓએ લોકોને અવગત કર્યા છે.

- text