મોરબીમાં નવરાત્રીને લઈને બજારોમાં ભારે ભીડ 

- text


અનેક રોડ ઉપર સાંજે ટ્રાફિક પણ સર્જાયો, ટ્રાફિક પોલીસની ટિમો સતત ખડેપગે રહી

મોરબી : મોરબીમાં નવરાત્રીને લઈને આજે સાંજે બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જેને કારણે અનેક રોડ ઉપર ટ્રાફિક પણ સર્જાયા હતા.

આવતીકાલથી નવલા નોરતા શરૂ થવા જઈ રહ્યા છે. ત્યારે આ નવ દિવસ માતાજીની આરાધનાનો પર્વ હોય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના નહેરુગેટ ચોક, શનાળા રોડ અને રવાપર રોડ સહિતના વિસ્તારોમાં લોકોની ગરબા, ચૂંદડી સહિતની માતાજીની વસ્તુઓ લેવા માટે તેમજ ચણિયા ચોલી અને કપડાં સહિતના શોપિંગ માટે ભારે ભીડ જોવા મળી હતી.

અનેક રોડ ઉપર ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.છાસીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ઠક્કર તેમજ કોન્સ્ટેબલ ભાનુભાઈ, દેવાયતભાઈ તથા ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓએ સતત ખડેપગે રહી ટ્રાફિક નિયમન કર્યું હતું.

- text

- text