હળવદમાં વીજ ચોરી કરતા બિલ્ડરને રૂ. 7.50 લાખનો દંડ

- text


પીજીવીસીએલે 26 કનેક્શનોમાં થતી ગેરરીતી પકડી પાડી રૂ. 19 લાખનો દંડ ફટકાર્યો

હળવદ : હળવદમાં પીજીવીસીએલ તંત્ર દ્વારા સતત બીજા દિવસે વીજ ચોરો પર આકરી કાર્યવાહી કરી છે. જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના જુદા જુદા 260 કનેક્શનનો ચેક કરવામાં આવ્યા હતા.જેમાંથી 26માં ગેરરીતી સામે આવતા કુલ રૂપિયા 19 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

હળવદમાં છેલ્લા બે દિવસથી પીજીવીસીએલની 22 જેટલી ટીમો દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.જેમાં વીજ ચોરી કરતા હળવદના નામચીન બિલ્ડર સહિતનાઓ ઝપટે ચડી ગયા છે.તાલુકાના ઢવાણા ગામમાં તેમજ હળવદ શહેરના રાણેકપર રોડ જુદી જુદી સોસાયટીઓમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને જુદા જુદા 26 જેટલા કનેક્શનઓમાં ગેરરીતિ સામે આવતા 19 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

- text

અત્રે ઉલ્લેખની એ છે કે હળવદના રાણેકપર રોડ પર આવેલ વિશ્વાસ હોમ્સ-૨માં દિલીપભાઈ ઠાકરશીભાઈ કૈલા અને તેઓના સાથી મહેન્દ્રભાઈ ભોરણીયા ઉર્ફે કાળુભાઈ ડબાવાળા સહિતનાઓ પોતાની સાઈટ પર બોર બનાવી કનેક્શન લેવાને બદલે ડાયરેક્ટ થાંભલે લંગર્યું નાખી બોરમાં મોટર ઉતારી વીજ ચોરી કરતા હોવાનું સામે આવતા જ પીજીવીસીએલની વિજિલન્સ ટીમ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. અને રૂપિયા 7.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.જેને લઇને વીજ ચોરી કરતા અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.

- text