મોરબીમાં પાર્ટી પ્લોટનું દબાણ સ્વૈચ્છિક રીતે જ હટાવવાનું શરૂ કરતાં ભાજપ આગેવાન

- text


ડીઆઈએલઆરની માપણીમાં દબાણ હોવાનું ખુલ્યું, આવતીકાલે મામલતદાર તંત્ર ડીમોલેશનની નોટિસ આપશે

મોરબી : મોરબીમાં લીલાપર રોડ ઉપર પાર્ટી પ્લોટના દબાણનો મુદ્દો ગાજયા બાદ કલેકટર તંત્ર દોડતું થયું હતું. તો બીજી તરફ હવે ભાજપ આગેવાને ખુદે જ સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવાનું શરૂ કરી દીધું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લીલાપર રોડ ઉપર ભાજપ આગેવાન અરવિંદભાઈ બારૈયા દ્વારા સરકારી જમીનમાં દબાણ કરી ક્લાસિક પાર્ટી પ્લોટ બનાવ્યો હોવાનો મુદ્દો ઉઠતા કલેકટર દ્વારા તપાસના આદેશો છૂટ્યા હતા. અગાઉ દબાણને લઈને નોટિસો પણ અપાઈ હતી. બાદમાં ડીઆઈએલઆર દ્વારા માપણી કરાતા આ દબાણ હોવાનું જ પુરવાર થયું હતું. એક અંદાજ મુજબ આ દબાણ 9 વર્ષ જૂનું છે.

આ મામલે ઇન્ચાર્જ મામલતદાર હિતેષ કુંડારિયાએ જણાવ્યું કે આજે જાહેર રજા છે. આવતીકાલે ડીમોલેશનની નોટિસ આપવામાં આવનાર છે. તો બીજી તરફ ભાજપ આગેવાન અરવિંદભાઈ બારૈયાએ જણાવ્યું કે હું શાસક પક્ષમાં છું. મારા પાર્ટી પ્લોટમાં બાજુમાં જે દબાણ છે. તેને જાતે જ સ્વૈચ્છિક રીતે દૂર કરવાનું શરૂ કરી દીધુ છે.

- text

- text