ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું 

- text


માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ 24 કૃતિમાં 48 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ટંકારા : રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત–વિજ્ઞાન જેવા અઘરા ગણાતા વિષયોમાં રસ રુચિ વધે, વિદ્યાર્થીઓમાં નવી વિચાર શક્તિ ખીલે તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે, નવું નવું જાણવા મળે અને નવું નવું શીખવા મળે તે હેતુથી “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” નું શાળા વિકાસ સંકુલ કક્ષાએ આયોજન કરવામાં આવે છે. ત્યારે ગત તારીખ 30-9-2024 ને સોમવારના રોજ ઓરપેટ કન્યા વિદ્યાલય – ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ– ટંકારાનુ ‘બાળ વિજ્ઞાન પ્રદર્શન-2024-25 આયોજન કરવામાં આવ્યું હતું.

મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ– ટંકારાના કન્વીનર ભાવેશભાઈ કે. જીવાણીના જણાવ્યા મુજબ G.C.E.R.T. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ તરફથી વર્ષ 2024-25ના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જુદા જુદા પાંચ વિભાગ રાખવામાં આવેલ જેનો મુખ્ય વિષય Science and Technology for Sustainable Future હતો. જે અનુસંધાને સોમવારના ઓરપેટ કન્યા વિદ્યાલય– ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ– ટંકારાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ 24 કૃતિમાં કુલ 48 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

- text

દરેક વિભાગમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઈનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓની કૃતિ હવે પછી જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. આ પ્રદર્શનમાં આચાર્ય એસ.એલ.ગોરીયા અને આચાર્ય એસ.બી.સદાતિયાએ નિર્ણાયક તરીકે સફળતા પૂર્વક અને પારદર્શક રીતે કામગીરી કરી. આ પ્રદર્શન નિહાળવાનો અલગ અલગ સ્કૂલના અંદાજે 1450 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના કાર્યક્રમમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ઓરપેટ કન્યા વિદ્યાલયના કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પ્રતિનિધિ તરીકે પ્રવીણભાઈ અંબારિયા, સામાજિક કાર્યકર શૈલેષભાઈ પટેલ ,મોરબી જિલ્લા આચાર્ય સંઘના પ્રખુખ સુરેશભાઈ સરસાવડીયા, ટંકારા તાલુકા સ્વ.નિર્ભર શાળા મંડળના પ્રમુખ યોગેશભાઈ ઘેટીયા તથા પૂર્વ આચાર્ય એલ.વી. કગથરા, ટંકારા તાલુકાના ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાના તમામ આચાર્ય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનને રીબીન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા ઓરપેટ કન્યા વિદ્યાલય– ટંકારાનાં સ્ટાફ મિત્રો અને તમામ શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી.

- text