મોરબીમાં હિન્દુસ્તાન યુનિલિવર કંપનીની ડીલરશીપના નામે 41.71 લાખની ઠગાઈ

- text


ડીલરશિપ મંજુર થઈ ગઈ છે, 50 લાખ જમા કરાવો કહી છેતરપીંડી

મોરબી : મોરબી તાલુકાના અમરનગર ગામે રહેતા ક્ષત્રિય યુવાનને હિન્દુસ્તાન યુનિલિવર કંપનીની ડિલરશિપ આપવાનાં નામે રૂપિયા 41.71 લાખની છેતરપિંડી આચરવામાં આવતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અલગ અલગ પાંચ બેન્ક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મોરબી તાલુકાના જુના સાદુળકા ગામના વતની અને હાલમાં અમરનગર ગામે રહેતા ફરિયાદી સહદેવસિંહ હાલુભા ઝાલાએ ગત તા.5ના રોજ ફેસબુક એકાઉન્ટમાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડની જાહેરાત આવતા જાહેરાત ખોલતા તેમને કંપનીના બનાવટી એકાઉન્ટમાંથી ઇમેઇલ આવ્યો હતો અને ડિલરશીપ લેવી હોય તો ફોર્મ ભરવા જણાવી 50 લાખ રૂપિયા ભરવા પડશે તેવો ઇમેઇલ આવતા સહદેવસિંહ ઝાલાએ તેમના પત્નીના નામે ડિલરશિપ લેવા ફોર્મ ભરી અલગ અલગ બેન્ક એકાઉન્ટ મારફતે રૂપિયા 41,71,500 જમા કરાવવા છતાં ડિલરશિપ ન મળતા રૂપિયા પરત માંગતા આરોપીઓએ રૂપિયા પરત આપ્યા ન હતા.

- text

વધુમાં સહદેવસિંહને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા બનાવ અંગે આરોપી મોબાઇલ ધારક (1) ૮૫૮૫૦૪૨૫૭૩ (2) ૯૦૩૮૨ ૦૭૩૧૫ (3) Utkarsh small finance બેંક એકાઉન્ટ નંબર 1408017645948701, (4) Kotak BANK એકાઉન્ટ નંબર 3048619142 (5) Union bank એકાઉન્ટ નંબર 529602010009665 ના ધારક તથા તપાસમાં જે ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text