મોરબીની આયુષ હોસ્પિટલ પાસે છલકાતી ભૂગર્ભ ગટર અંગે ચીફ ઓફિસરને રજૂઆત

- text


તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા સામાજિક કાર્યકરોએ કરી માંગ 

મોરબી : ધાર્મિક તહેવારો નવરાત્રી અને દિવાળી શરૂ થવાના છે ત્યારે મોરબીમાં આયુષ હોસ્પિટલ જુના બસસ્ટેન્ડની સામેનો ખાંચો આવેલો છે ત્યાં અનેક હોસ્પિટલો છે. જ્યાં ભૂગર્ભ છલકાતાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. ત્યારે મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી સાફ સફાઈ કરાવવા માગ કરવામાં આવી છે.

- text

આ રજૂઆતમાં સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેકવાડીયા દેવેશ મેરુભાઈ, મુશાભાઈ બ્લોચે જણાવ્યું કે, મોરબીમાં ચારે બાજુ ભૂગર્ભ ગટર છલકાય છે. લાતી પ્લોટ દ્વારા રજુઆત કરવામાં આવી છતાં કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. રવાપર રોડ ખાતે આવેલી આયુષ હોસ્પિટલ પાસે પણ ભૂગર્ભ ગટર છલકાય છે. ત્યાં ભૂગર્ભ ગટરનો નિકાલ નથી. આડેધડ કોમ્પ્લેક્ષનું બાંધકામ કરવામાં આવ્યું છે. ત્યાં પાણીનો નિકાલ ન હોવાથી પાણી રસ્તા પર છલકાય છે. વેપારીઓને ધંધામાં તકલીફ પડે છે. ત્યારે તાત્કાલિક ધોરણે ભૂગર્ભ ગટરનો પ્રશ્ન હલ કરવા તેમજ દબાણ દૂર કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

- text