મોરબીમાં વેપારીઓના વિરોધ વચ્ચે પાલિકાની પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝુંબેશ, 400 કિલો પ્લાસ્ટિક જપ્ત 

- text


મોરબી : મોરબી શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકને લઈને ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાના માર્ગદર્શન નીચે સેનેટરી ઇન્સ્પેક્ટર કૃષ્ણસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા મોરબી શહેરમાં જુદી-જુદી જગ્યાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

- text

જેમાં પાલિકા દ્વારા આજે પ્લાસ્ટિકની દુકાનો, ખાણી પાણીની લારીઓ, દૂધની ડેરી, શાક માર્કેટ, સહિતની જુદી જુદી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમ્યાન પાલિકાએ પ્રતિબંધિત 120 માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટિક જપ્ત કરી અને કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જુદી- જુદી જગ્યાએથી આશરે 400 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂપિયા 34,000નો દંડ ફટકાર્યો છે. ત્યારે હાલ વેપારીઓના વિરોધ વચ્ચે પાલિકા દ્વારા પ્લાસ્ટિકની ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે પાલિકા દ્વારા 300 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી 26,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

- text