હળવદ ભાજપના આગેવાનને ત્યાંથી વીજચોરી ઝડપાઈ : 5.81 લાખનો દંડ ફટકાર્યો

- text


આગેવાન પોતાના ગેસ્ટ હાઉસમાં લંગરીયા નાખી વીજચોરી કરતાં હતાં

હળવદ : હળવદમાં ગઈકાલે પીજીવીસીએલની જુદી-જુદી 19 ટીમો દ્વારા સઘન વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હળવદ ભાજપના સિનિયર આગેવાને પોતાના ગેસ્ટ હાઉસમાં સીધું જ થાંભલે લંગરિયું નાખી વીજ ચોરી કરતા હોવાનું પીજીવીસીએલની ટીમની તપાસમાં ધ્યાને આવતા રૂપિયા 5.81 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ હળવદમાં છેલ્લા બે દિવસથી રાજકોટ વિજિલન્સની 19 ટીમો દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં સરા સબ ડિવિઝન અને ચરાડવા સબ ડિવિઝન હેઠળ જુદા જુદા 204 રહેણાંક અને વાણિજ્યના કનેક્શનનો ચેક કરાયા હતા.જેમાં 33 માં ગેર રીતે સામે આવતા 8.81 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.જ્યારે મોડી સાંજે હળવદ શહેરના સરા રોડ પર આવેલ ભાજપ આગેવાન વલ્લભ પટેલના મારુતિ નંદન ગેસ્ટ હાઉસમાં પણ વીજ ચોરી થતી હોવાની ફરિયાદને લઈ પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં લંગરીયુ નાખી વીજ ચોરી થતી હોવાનું સામે આવતા ભાજપ આગેવાનને રૂપિયા 5.81 લાખનો દંડ ફટકારાયો છે.

- text