પ્રથમ નોરતે મોરબીના રામધન આશ્રમે કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે

- text


મોરબી : પ્રથમ નોરતે એટલે કે તારીખ 3 ઓક્ટોબર ને ગુરુવારના રોજ મોરબીના રામધન આશ્રમ ખાતે સવારે 9 થી 12 વાગ્યા સુધી કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ફ્રી નિદાન કેમ્પમાં ડો. મીતલ રૈયાણી અને ડો. પ્રિયા પટેલ સેવા આપશે. કેમ્પમાં બાળકો માટેની ઉપલબ્ધ સારવાર જેવી કે, મનોવિકલાંગ બાળકો, બોલવામાં તકલીફ થવી, જન્મથી ડોક ત્રાસી રાખવી, મોંનો લકવો, આંખ ત્રાસી રહેવી, ધીમો વિકાસ થવો, ચાલવામાં તકલીફ થવી, પગનો પંજો ત્રાસો રાખવો જેવા રોગનું નિદાન કરવામાં આવશે. આ ઉપરાંત કમરની ગાદી ખસી જવી, ફાટી જવી, નસ દબાવી, કમરનો દુઃખાવો, મણકાનો/ગાદીનો ઘસારો, મણકા વચ્ચે નસ દબાવી, સ્પોન્ડીલાઇટીસ, ગોઠણની ગાદીનો ઘસારો, ગાદી ફાટી જવી, લીગામેન્ટ ઇન્જરી, સ્પોર્ટસ ઇન્જરી, સાઇટીકા (રાંઝણ), વા, ફરતો વા, સંધિવા, સાંધાનો દુઃખાવો, પેરાલીસીસ, પક્ષઘાત, મોઢાનો લકવો, ફ્રોઝન શોલ્ડર, કોણીનો દુઃખાવો (ટેનીસ એલ્બો, ગોલ્ફર્સ એલ્બો), પગની પેનીનો દુઃખાવો, કાંડાનો દુઃખાવો, પાર્કીન્સન ડીસીઝ, ઓપરેશન પછીની ફિઝિયોથેરાપીની સારવાર, સાંધા બદલાવ્યા પહેલા અને પછીની સારવાર, જન્મજાત ખોડખાપણ તથા બાળકોના રૂંધાઇ ગયેલા વિકાસ માટે, દાઝેલા અને પ્લાસ્ટીક સર્જરી કરાવ્યા પછીની સારવાર, ડિલીવરી પહેલા અને પછીની સારવાર, ફેફસા તથા હૃદયના દર્દીઓ માટેની સારવાર, તમાકુ અને કેન્સરના ઓપરેશન પછી મોંઢુ ખોલવા માટેની કસરત, વજન ઉતારવા અને વધારવા માટે માર્ગદર્શન અને ટ્રેનિંગ, મગજ અને કરોડરજજુની ઇજામાં સારવાર, કોરોના બાદમાં ફેફસા તથા શરીરની ફિટનેસ માટે સારવાર, હાથ અને પગના સોજા ઉતારવાની અદ્યતન મશીનથી સારવાર, સ્પીચ થેરાપી, જમવા તથા ગળવામાં તકલીફ માટે કસરતથી સારવાર, પેલ્વીર ફલોરના સ્નાયુને મજબુત તથા Relax કરવાની સારવાર, વેરીકોઝ વેઇન, પગની નસો અને સ્નાયુની ગાંઠોનું નિદાન કરવામાં આવશે. કેમ્પમાં આવતા દર્દીઓએ જુના ફાઈલ અને રિપોર્ટ સાથે લાવવા જણાવાયું છે. વધુ માહિતી માટે મો.નં. 9727841107 પર સંપર્ક સાધવો.

- text

- text