કારખાનામાંથી ઉડતી ધૂળથી પાકને નુકસાન થતું હોવાની ટંકારાના હડમતીયાના ખેડૂતની રજૂઆત

- text


ગુજરાત પ્રદુષ્ણ નિયંત્રણ બોર્ડમાં લેખિત રજૂઆત કરાઈ

ટંકારા : હડમતીયા ગામના ખેડૂત જયંતીલાલ રતીલાલ સિણોજીયા તથા કાંતીલાલ અમરશીભાઈ મસોત દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મોરબીના મદદનીશ પર્યાવરણ ઈજનેરને લેખિત રજૂઆત કરીને કારખાનાની જીણી ધૂળ ખેતરમાં ઉડતી હોવાથી પાકને નુકસાન થતું હોવાની રજૂઆત કરી છે.

ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, હડમતીયા ગામના સર્વે નંબર 243 પૈકી 2ની તેઓની માલીકીની જમીન છે અને બાજુના સર્વે નંબર 247માં આસ્થા પ્લાસ્ટ ઈન્ડસ્ટ્રીઝ અને અનંત ઈન્ડસ્ટ્રીઝ કારખાના આવેલા છે. આ કારખાનામાંથી પ્રદૂષણ અને જીણી ડસ્ટ ઉડીને તેમના ખેતરમાં આવે છે જેના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. તો આ કારખાનાઓ સામે કડક પગલા લેવા ખેડૂતઓએ જણાવ્યું છે.

- text

- text