કબડ્ડીની સ્પર્ધામાં વાંકાનેરની દોશી કૉલેજની બહેનોની ટીમ ચેમ્પિયન

- text


ત્રણ બહેનોની મહારાષ્ટ્રમાં યોજાનાર નેશનલ લેવલની સ્પર્ધા માટે પસંદગી

વાંકાનેર : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કબડ્ડીની ઇન્ટર કૉલેજ સ્પર્ધા કાનજી ભુટ્ટા મુખ્ય રંગમંચ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મુકામે રાખવામાં આવી હતી. જેમાં ડૉ. વાય. એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરની દોશી કૉલેજની બહેનોની કબડ્ડીની ટીમ ચેમ્પિયન બની છે.

આ સાથે દોશી કૉલેજની ૩ બહેનો જેમાં સારલા વિશાખા ભુપતભાઇ (ધમલપર)નું સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર પર તેઓનું સિલેક્શન થયું છે. તે ઉપરાંત ઝાપડા મધુ મશરૂભાઈ (લાલપર) અને ગાબુ કિંજલ દેવરાજભાઈ (લુણસરિયા) નેશનલ લેવલ પર અમરાવતી- મહારાષ્ટ્ર મુકામે રમવા જઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટનું પ્રતિનિધિત્વ કરશે. બધા જ ખેલાડીઓને અને રમત ગમતના અધ્યાપક ડૉ. વાય.એ.ચાવડાને આ સફળતા માટે દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટી, આચાર્યશ અને દોશી કૉલેજ પરિવારે શુભેચ્છા પાઠવી હતી.

ચેમ્પિયન થયેલા વિદ્યાર્થી બહેનો

1. સારલા વિશાખા ભુપતભાઇ (ધમલપર)
2. ઝાપડા મધુ મશરૂભાઈ (લાલપર)
3. ગાબુ કિંજલ દેવરાજભાઈ (લુણસરિયા)
4. ખલીફા સુજાન શાહબુદિનભાઈ (વાંકાનેર)
5. ગાંગડીયા નીતા લઘરાભાઈ (ભેરડા)
6. રાછડિયા દ્રષ્ટિ નિલેશભાઈ (‍વાંકાનેર)
7. સોલંકી નિલાક્ષી સુખાભાઈ (રાજા વડલા)
8. બાદી શેનીલાબાનૂ મંજુરહુશેનભાઈ (પાંચદ્રારકા)
9. થુલેટિયા કિરણ કિશોરભાઈ (ગારિયા)
10. ખખ્ખર મહેક અજયભાઈ (વાંકાનેર)
11. પરમાર કોમલ ગોરધનભાઈ (તીથવા)
12. મકવાણા ઉર્મિલા ગોવિંદભાઈ (લુણસરીયા)

- text

- text