ટંકારામાં ગેરકાયદે પાણીના કનેક્શન લેનારને 2 ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ

- text


સ્વેચ્છાએ કનેક્શન દૂર કરવામાં નહીં આવે તો પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરાશે

ટંકારા : ટંકારા નગરપાલિકાની પાઈપલાઈનમાં ગેર કાયદેસર કનેક્શન લેનારાઓ સામે પાલિકાએ લાલ આંખ કરી છે અને 2 ઓક્ટોબર સુધીમાં સ્વેચ્છાએ આવા ગેરકાયદે કનેક્શન દૂર કરી લેવા અલ્ટીમેટમ આપ્યું છે. જો ત્યાં સુધીમાં કનેક્શન દૂર કરવામાં નહીં આવે તો ટંકારા પાલિકા દ્વારા પાંચ હજારનો દંડ અને કાનુની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.

- text

ટંકારા નગરપાલિકા વહીવટદાર અને ટંકારા મામલતદાર તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કેતન સખિયા, ટંકારા પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જાહેર નોટિસ જારી કરીને ટંકારા પાલિકા વિસ્તાર માટે સંપથી સ્ટોરેજ ટાકા સુધીની મુખ્ય લાઈનમાં ભંગાણ કરી રહેણાંક/વાણિજ્ય એકમોમાં ગેર કાયદેસર કનેક્શન મેળવનારાઓને ચેતવણી આપી છે. તંત્રએ પાણીની પરોજણ દુર કરવા માટે ધોકો ઉપાડ્યો હોય તેમ નોટિસ થકી ઈમાનદારી પૂર્વક ગાંધી જયંતી એટલે કે 2 ઓક્ટોબર ને બુધવાર સુધીમાં સ્વેચ્છાએ કનેક્શન બંધ કરી દેવા જણાવ્યું છે. જો નૈતિકતા વાપરી ગેર કાયદેસર કનેક્શન નહી દુર કરવામાં નહીં આવે તો આવા ઈસમોને 5 હજારનો દંડ ફટકારી કાનુની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.

- text