પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે મોરબીના નવાડેલા રોડની દુકાનોના વેપારીઓએ બંધ પાળ્યું

- text


તંત્ર દ્વારા માત્ર મોરબી શહેરમાં જ કાર્યવાહી કરાતી હોવાથી વેપારીઓમાં રોષ

મોરબી : મોરબી પાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે ઝુંબેશ ચલાવી દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે અને 120 માઈક્રોનથી નીચેના પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે વેપારીઓને દંડ ફટકારી પ્લાસ્ટિક જપ્ત કરીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે મોરબી શહેરના નવાડેલા રોડ પરની દુકાનોના વેપારીઓએ તંત્રની આ કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો અને આજે તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી.

આજે મોરબી નગરપાલિકાની ટીમ નવાડેલા રોડ પરની દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે તપાસ કરવા પહોંચી હતી. ત્યારે ત્યાંના સ્થાનિક વેપારીઓમાં રોષ ભભુકી ઉઠ્યો હતો અને વેપારીઓએ દુકાનો બંધ કરીને વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓનું કહેવું છે કે, માત્ર મોરબી શહેરમાં જ કેમ કાર્યવાહી કરવામાં આવી રહી છે ? મોરબી શહેરની બહાર પણ ઘણી જગ્યાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક મળે છે. વેપારીઓએ કહ્યું હતું કે, ઘણી વસ્તુઓ પણ 120 માઈક્રોનથી નીચેના પેપરમાં પેકિંગ થઈને આવે છે તેથી જ્યાં ઉત્પાદન થઈ રહ્યું છે ત્યાં બંધ કરાવવું જોઈએ. આજે વેપારીઓ આ મામલે કલેક્ટરને મળીને રજૂઆત કરશે તેમ પણ જણાવ્યું હતું.

- text

- text