ટંકારાની આર્ય વિદ્યાલયમ્ ખાતે વાલીઓની આત્મમંથન કસોટી યોજાઈ

- text


શાળા દ્વારા વાલીઓના મંતવ્યો લેવામાં આવ્યો

ટંકારા : શ્રેષ્ઠ બાળક બનાવવાના શુભ ઉદ્દેશથી વાલીઓ સાથે ટંકારા શહેરની શૈક્ષણિક સંસ્થા આર્ય વિદ્યાલયમ્ ખાતે આત્મ મંથન કસોટી યોજવામાં આવી હતી. જેમાં શાળાની કાર્યપદ્ધતિ અંગે અભિપ્રાય ઉપરાંત પોતાનું બાળક વૈચારિક રીતે સક્ષમ બનીને આવતા દિવસે પરિવાર, સમાજ અને દેશનું નેતૃત્વ કરવા વાળી પેઢીનું નિર્માણ થાય તેમાં સંસ્થાની સાથે વાલીની પણ એટલી જ ભૂમિકા બને છે. વાલીઓના અભિપ્રાય અને સુઝાવો લેવા માટે આત્મ મંથન કસોટી યોજીને અનોખી પહેલ કરી છે.

આર્ય વિદ્યાલયમ્નું આત્મ મંથનના અનોખા વિચાર સાથે શાળા પણ પોતાનું મુલ્યાંકન કરે એવા ઉમદા આશયથી 29 સપ્ટેમ્બર ને રવિવારે શાળામાં અભ્યાસ કરતા બાળ છાત્રોના વાલીઓને મુલ્યાંકન કસોટી આપવાનું આયોજન કર્યું હતું. જેમાં અલગ અલગ 53 સવાલોમાં શિક્ષણ થકી સમાજ ભાવના, પ્રકૃતિ પ્રેમ, આજીવિકાનો આયામ, સંસ્કાર સિંચન, શારીરિક સ્વાસ્થ્ય, ઉપરાંત દેશનો સારો નાગરિક બનવામાં શાળાના કાર્યની સમીક્ષા અને સુઝાવો દ્વારા ઘટતું કરવાનો પ્રયાસ કર્યો હતો.

- text

સંકુલના સ્વપ્ન દ્રષ્ટા માવજીભાઈ દલસાણીયા, સંચાલક અમિતભાઈ કોરિંગા, દેવકુમાર પડસુંબિયા, ચેતનાબેન કોરિંગા, રીતેશભાઈ પડસુંબિયા તેમજ શાળાના શિક્ષકો રજાના દિવસે પણ ખૂબ જહેમત ઉઠાવી શાળાની આ આત્મનિરક્ષણ કસોટીમાં 500 વાલીઓ ઉત્સાહ ભેર ભાગ લઈ કસોટી લખીને ખાનગી શિક્ષણ જગતમાં નવો ચિલો ચિતર્યો છે.

- text