મગફળી, મગ, અડદ અને સોયાબિનની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી તા.૩થી શરૂ

- text


મોરબી : મગફળી, મગ, અડદ અને સોયાબિનની ટેકાના ભાવે ખરીદી માટે ખેડુતોની ઓનલાઈન નોંધણી તા.૦૩થી તા.૩૧ ઓક્ટોબર દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે.

ભારત સરકાર દ્વારા ખરીફ ૨૦૨૪-૨૫ માટે મગફળી માટે રૂ.૬૭૮૩, મગ માટે રૂ.૮૬૮૨, અડદ માટે રૂ.૭૪૦૦, તથા સોયાબિન માટે રૂ.૪૮૯૨ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. ખરીફ ૨૦૨૪-૨૫ માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબિનની ખરીદીના આયોજન અંગે તા. ૩૦/૯/૨૪ થી કૃષિ મંત્રીની સીંગલ ફાઈલ પર લેવાયેલ નિર્ણય મુજબ સદરહુ પાકોની PSS હેઠળ ટેકાના ભાવે ખરીદી આગામી તા.૧૧/૧૧/૨૦૨૪ થી શરૂ કરવામાં આવશે.

- text

- text