વાંકાનેરમાં મકાન બનાવવા આર્થિક મદદની લાલચ આપી મહિલા સાથે 36 હજારની છેતરપિંડી

- text


મહિલાને ફેસબુકનો વીડિયો જોઈ અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો ભારે પડ્યો

વાંકાનેર : વાંકનેરમાં રહેતા એક મહિલાને મકાન બનાવવા આર્થિક મદદ આપવાનું કહી ફેસબુક આઈડી ધરાવતા શખ્સે ક્યુઆર કોડ મોકલી 36 હજારની ઓનલાઈન છેતરપિંડી કરતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા નજમાબેન નાસિરભાઈ શાહમદાર ઉ.36 નામના મહિલાએ હર્ષા સાઈ નામના ફેસબુક આઈડી ઉપર ગરીબ લોકોને મદદ કરવામાં આવતી હોવાનો વીડિયો જોયા બાદ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો અને મકાન બનાવવા 16 લાખ રૂપિયાની મદદ જોઈતી હોય તો 45 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરવાનું કહેતા નજમાબેને કટકે કટકે રૂપિયા 36 હજાર ટ્રાન્સફર કરી આપ્યા હતા. જો કે, બાદમાં રૂપિયા કે આર્થિક મદદ ન મળતા પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text