મોરબીના કાર માલીકને વીમાની રકમ ચુકવવા વીમા કંપનીને ગ્રાહક અદાલતનો આદેશ

- text


 રૂ. 3,24,400 વીમો 9%ના વ્યાજ સાથે અરજદારને ચૂકવવા કોર્ટે આદેશ કર્યો

મોરબી : મોરબીના વતની રાજેશ વલ્લભભાઈ બારૈયાએ પોતાની કારને નુકસાન થતા બજાજ એલીન્ઝ જનરલ ઇન્સ્યોરન્સમાં વીમો હોવાથી કાગળ રજુ કરતા વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતા મોરબી શહેર /જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા અદાલતે રૂ. 3,24,400 વીમા કંપનીને ફરિયાદીને આપવા આદેશ કર્યો છે.

- text

સમગ્ર વિગત અનુસાર, મોરબીના વતની રાજેશ વલ્લભભાઈ બારૈયાએ પોતાની વિટારા બ્રેજા કાર 2017માં ખરીદી ત્યારથી રેગ્યુલર વીમો બજાજ એલીન્ઝ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં ભરતા હતા. તારીખ 21-5-2023ના રોજ તેમની કાર ઉમા ટાઉનશીપ બહાર વીજ પોલ સાથે ટાકરતા કારને નુકસાન થયું હતું. ત્યારે તાત્કાલિક મારુતિ ડીલરને જાણ કરી હતી અને આ ડીલરે વીમા કંપનીને જાણ કરી હતી. વીમાના કાગળો, આર.સી.બુક, લાઈસન્સ વગેરે સમયસર રજૂ કરવા છતાં વીમા કંપનીએ વીમો આપવાની ના પાડી હતી. આ કેસ ગ્રાહક કોર્ટમાં દાખલ થતાં કેસ કોર્ટમાં ચાલી જતાં ગ્રાહક અદાલતે વીમા કંપનીને 3,09,200 કુલ ખર્ચના રૂ. 5000 માનસિક ત્રાસના અને 10,000 અન્ય ખર્ચના એમ કુલ 3,24,400 તારીખ 4-8-2023થી 9 % વ્યાજે ચૂકવવા આદેશ કર્યો છે.

- text