વાંકાનેરના હસનપરની આંગણવાડી ખાતે પોષણ માસનો સમાપન કાર્યક્રમ યોજાયો

- text


વાંકાનેર : ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. પોષણ માસ સપ્ટેમ્બર 2024 અંતર્ગત વાંકાનેર ઘટક -2 ના દલડી સેજાનો અને લૂણસર સેજાનો આંગણવાડી વર્કર બહેનોએ સંયુક્ત રીતે પૂરક આહાર THR (Take Home Ration) માથી બનતી વાનગી તેમજ પૌસ્ટીક ધાન્યમાથી બનતી વાનગીઓ નિર્દશનનું આયોજન કર્યું હતું.

જેમાં કુલ 25 સહભાગીઓએ ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમ સ્પર્ધામાં સરપંચ, તલાટિ મંત્રી, હસનપર શાળાના આચાર્ય તેમજ શિક્ષકો, આરોગ્ય CHO, સીડીપીઓ વાંકાનેર-2, મુખ્ય સેવિકા, જિલ્લા પી.એસ.ઇ, એન.એન.એમ.કોર્ડીનેટર.તાલુકા પી.એસ.ઇએ હાજર રહી અને સ્પર્ધકોમાં ભાગ લીધેલા સ્પર્ધકોને પૈકી પ્રથમ ,બીજા, ત્રીજા નંબર આવેલો. આ કાર્યક્રમમાં સ્પર્ધાકોને સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

તમામ ઉપસ્થિત સ્પર્ધકોને, લાભાર્થી વાલીઓ અનેક ગ્રામજનોને સગર્ભા, ઘાત્રી, કિશોરીઓ અને બાળકોના પોષણ પરિણામોને સુધારવાના પ્રયાસો વિશે માર્ગદર્શન આપ્યું હતું અને પોષણ માસ સમાપન કરવામા આવ્યું હતું. તેમજ પોસણ માસની માસ સુધી થીમ મુજબ ઉજવણી કરી તે બદલ વર્કર બહેનોને આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સીડીપીઓ વાંકાનેર-2, મુખ્ય સેવિકા, એન.એન.એમ.કોર્ડીનેટર, સેજાના આંગણવાડી વર્કરો બહેનોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text