છત્તર પ્રા. શાળાની વિદ્યાર્થીની કલાઉત્સવમાં તાલુકા કક્ષાએ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ

- text


 

મોરબી : જી.સી.ઈ. આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-મોરબી પ્રેરિત અને બીઆરસી ભવન- ટંકારા આયોજિત કલા મહોત્સવ-2024 અંતર્ગત શાળાકક્ષા, કલસ્ટર કક્ષા, બ્લોકકક્ષા, જિલ્લાકક્ષા અને રાજયકક્ષા સુધી પ્રાથમિક વિભાગમાં ગાયન, વાદન,ચિત્ર અને કાવ્ય લેખન સ્પર્ધા યોજવામાં આવે છે જેમાં પ્રાથમિક વિભાગમાં તાલુકાકક્ષાની ચિત્ર સ્પર્ધામાં છત્તર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પરમાર તેજલ નીતિનભાઈ તાલુકાકક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે.

- text

આગામી 4 ઓક્ટોબરે જિલ્લા કક્ષાનો કલા મહોત્સવ હળવદ તાલુકામાં મોડેલ સ્કૂલમાં થવાનો છે. તેમાં સર્વોત્તમ દેખાવ કરી પોતાનું, પરિવારનું અને શાળાનું નામ રોશન કરે તેવી શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણી તથા શાળા પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.

- text