બી.આર.સી. ભવન ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો.

- text


.

સી.આર.સી. કક્ષાએ વિજેતા થયેલા 72 સ્પર્ધકોએ તાલુકા કક્ષાની સ્પર્ધામાં કલાના કામણ પાથર્યા

 

મોરબી : સી.આર.સી.કક્ષાના કલા ઉત્સવમાં પ્રથમ આવેલ વિજેતા એવા 72 સ્પર્ધકોએ આજે બી.આર.સી. ખાતે તાલુકા કક્ષાના કલા મહોત્સવમાં ભાગ લીધો હતો. જેમાં ‘ગરવી ગુજરાત’ થીમ આધારિત સગીત ગાયન, સંગીત વાદન, ચિત્ર, બાળકવિ એમ ચાર વિભાગમાં બાળકોએ પોતાની કલાનું કસબ બતાવ્યું હતું.

સવારે મનુષ્ય ગૌરવગાનથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ અલગ અલગ રૂમમાં ચારેય સ્પર્ધાઓ પોતાના નિયમો અને સમય મર્યાદામાં યોજાઈ હતી. જેમાં મોરબીના નામી કલાકારો નિર્ણાયક તરીકે ગાયન સ્પર્ધામાં વરસડા ભાવેશભાઈ, દેથરિયા સુનિલભાઈ, ગઢવી હરેશદાન તથા વાદન સ્પર્ધામાં માકાસણા વિવેકભાઈ, મારું ભાવિનભાઈ, મિસ્ત્રી ગૌરવભાઈ તથા ચિત્ર સ્પર્ધામાં દલસાણિયા કમલેશભાઈ, દેલવાડિયા બાબુલાલ, બાવરવા ચંદ્રકાન્તભાઈ, તેમજ બાળકવિ સ્પર્ધામાં બાપોદરિયા સંજયભાઈ, પરમાર રાજેશભાઈ, કવિ જલરૂપે સેવા આપી હતી.

જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે ડાભી દર્શના કિશોરભાઇ ( માધાપર પ્રાથમિક શાળા),
બાળકવિ સ્પર્ધામાં પરમાર હેન્સી દિલીપભાઇ (ખારીવાડી પ્રાથમિક શાળા),
સંગીત ગાયન સ્પર્ધામાં ત્રિવેદી અનેરી શ (સાર્થક વિધા મંદિર), સંગીત વાદન સ્પર્ધામાં હરણીયા જીલ જિતન્દ્ર ભાઈ (એમ. જે. મેહતા સસ્વતી વિધામંદિર) વિજેતા થયેલ છે. તેઓ હવે જિલ્લા કક્ષાએ ભાગ લેશે.

- text

સમાપન કાર્યક્રમમાં બી.આર.સી. કોર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજાએ કલા ઉત્સવ વિશે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તથા નિર્ણાયક અને વિજેતા કલાકારોએ પોતાની કલા પ્રસ્તુત કરી હતી. વિજેતા ત્રણ ત્રણ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને રોકડ ઈનામ તથા તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી.કૉ. શૈલેષભાઈ કાલરિયાએ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનને સફળ બનાવવા સી.આર.સી.કો. ટીમ ચેતનભાઈ, બાબુલાલ, રાજેશભાઈ, મહાવીરસિંહ, ઉમેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, ભરતભાઈ, નેહલબેન, દેવાયતભાઈ, ચંદ્રકાન્તભાઈએ જહેમત ઉઠાવી હતી. માર્ગદર્શક શિક્ષકોએ આગામી જિલ્લા કક્ષાએ આમાના બાળ કલાકારો સારું પ્રદર્શન કરી મોરબી તાલુકા અને જિલ્લાનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહન આપ્યું હતું.

- text