મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા આવ્યો માનો રૂડો અવસર કાર્યક્રમ યોજાયો

- text


હાસ્ય અને વક્તવ્યનો કાર્યક્રમ યોજાયો, 300 દાતાઓનું સન્માન કરાયું

મોરબી : મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા મોરબીના લજાઈ ખાતે ઉમા સંસ્કારધામ (સમાજવાડી)નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉમા સંસ્કારધામમાં ઉમા અતિથિગૃહ, ઉમા રંગભવન, ઉમા આદર્શ લગ્ન હોલ અને ઉમિયા માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 16 કરોડના ખર્ચે બની રહેલા આ ઉમા સંસ્કારધામમાં નિર્માણ પામેલા ઉમિયા માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ 13 થી 15 નવેમ્બર 2024 દરમિયાન યોજાનાર છે.

આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગઈકાલે તારીખ 29 સપ્ટેમ્બર ને રવિવારના રોજ શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી દ્વારા આવ્યો માનો રૂડો અવસર કાર્યક્રમ યોજાયો હતો. મોરબીના બાપા સીતારામ ચોક ખાતે યાજોયેલા આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર મનસુખભાઈ વસોયાએ સૌને હસાવ્યા હતા અને વક્તા-લેખક શૈલેષભાઈ સગપરીયાએ ઉપસ્થિત રહીને પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમ અંગે શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફરે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં સમાજ તરફથી ખૂબ જ સારો સાથ સહકાર મળ્યો હતો અને કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.

આ કાર્યક્રમમાં જેરામભાઈ વાંસદડીયા, અરવિંદભાઈ કણસાગરા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, લલિતભાઈ કગથરા સહિતના પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમા સંસ્કારધામના નિર્માણ કાર્યમાં કૂલ 300 જેટલા દાતાઓ જોડાયા છે. જેમાં મુખ્ય દાતા પરસોત્તમભાઈ વરમોરા, જીવરાજભાઈ ફુલતરીયા, લાલજીભાઈ અઘારા, ઉમિયા નવરાત્રિ મહોત્સવ- મોરબીના રામજીભાઈ કુંડારીયા, પરેશભાઈ મોરડિયા, અશ્વિનભાઈ ભોરણીયા, પરેશભાઈ એલ. પટેલ, સ્વ. અમરશીભાઈ ધનજીભાઈ અઘારા, કરમશીભાઈ વડગાસિયા, ત્રંબકભાઈ ફેફર, નેવિલભાઈ ભાલોડિયા સહિત 300 દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ- મોરબીના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફર અને ઉમા સંસ્કારધામના ચેરમેન એ.કે. પટેલ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

- text

- text