મોરબીમાં ભારે પવન સાથે વરસાદ શરૂ

- text


મોરબી : મોરબીમાં છેલ્લા 2 દિવસથી રાત્રીના વરસાદ પડી રહ્યો છે. ત્યારે શનિવારે રાત્રે 12 વાગ્યા બાદ પવન સાથે વાતવરણમાં પલટા સાથે ફરીથી વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે રાત્રીના અચાનક વરસાદથી માહોલમાં ઠંડક પ્રસરી ગઇ હતી. નવરાત્રી શરૂ થવામાં છે ત્યારે વરસાદી વાતાવરણના કારણે ગરબાના આયોજકોના ચિંતાનું મોજું ફરી વળ્યુ છે. જ્યારે પાછોતરા વરસાદથી ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. મોરબી જિલ્લામાં અગાઉ ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકશાન થયું છે. તેવામાં આ પાછોતરા વરસાદથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી હાલત થઈ ગઈ છે.

- text

- text