વાંકાનેર – મોરબી વચ્ચે ડેમુ ટ્રેનના ધાંધિયા યથાવત, આજે ફરી ડેમુ ખોટકાઈ

- text


વાંકાનેરથી સવારે 8 વાગ્યે ઉપડતી ડેમુ નજરબાગ સ્ટેશને ફેઈલ

મોરબી : મોરબી – વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં ધાંધિયા યથાવત જોવા મળ્યા છે, રવિવારે સવારે વાંકાનેરથી ઉપડેલી ડેમુ મોરબીના નજરબાગ સ્ટેશને ખોટકાઈ ગયા બાદ મોરબીથી વાંકાનેર જવા માટેની ડેમુ રદ કરી નાખવામાં આવતા અનેક મુસાફરો રઝડી પડ્યા હતા.

મોરબી – વાંકાનેર શહેર વચ્ચે પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝન દ્વારા દોડાવવામાં આવતી ડેમુ ટ્રેન ગમે ત્યારે ખોટવાઈ જતી હોવાથી વાંકાનેરથી લાંબા અંતરની ટ્રેન પકડવા માટે ડેમુ ટ્રેનમાં મુસાફરી કરતા અનેક લોકો હેરાન થઈ રહ્યા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે રવિવારે સવારે 8 વાગ્યાના અરસામાં વાંકાનેરથી ઉપડેલી ડેમુ ટ્રેન મોરબી આવી રહી હતી ત્યારે કોઈ કારણોસર નજરબાગ સ્ટેશને બગડી જતા આ ડેમુ ટ્રેન માટે મોરબીથી એન્જીન બોલાવી ડેમુ ટ્રેનને મોરબી તરફ લઈ જવામાં આવી હતી. બીજી તરફ આ ડેમુ બંધ પડતા મોરબીથી વાંકાનેર જતી ડેમુનો ફેરો રદ કરી નાખવામાં આવતા અનેક મુસાફરો રઝડી પડયા હતા. અને રેલવેની રેઢિયાળ નીતિ સામે રોષ વ્યકત કર્યો હતો.

- text

- text