મોરબીના ગડારા પરિવારે સેવાકાર્યો સાથે સ્વ.જીવરાજબાપાનું શ્રાદ્ધ કર્યું

- text


ગૌશાળામાં ગૌ માતાને 500 કીલો સુખડી, 100 વૃક્ષનું વાવેતર, ગરીબ ભુકાઓને મીઠાઈના બોક્સ, જરૂરતમંદ પરિવારોને અનાજ સહિત રાશનકીટ ગૌશાળામાં આર્થિક અનુદાન આપી મોરબીના ગડારા પરીવારે પિતા, દાદાને શ્રાદ્ધમાં ભેળવ્યા

મોરબી : મોરબી નજીકના આમરણ ગામે એક સદી પહેલા એક બહુ જ સામાન્ય ખેડુત પરિવારમાં જન્મેલા સ્વ. જીવરાજબાપા ગડારા ખેતીના વ્યવસાય અને તેના દ્વારા થતા ઉપાર્જનથી ઘર ગુજરાન ચલાવવા સાથે પોતાનાં પાંચ પુત્રો અને બે પુત્રીઓને શિક્ષણ આપવા સાથે હોંશે હોંશે અન્ય તમામ જરૂરિયાતો પુરી કરે, અને તેની સાથો સાથો હંમેશા શક્ય તેટલી ગૌ સેવા તો કરે જ!

શિક્ષણ પૂરું થયુ, દીકરા દીકરીઓને સાંસારિક બંધનોમાં બાંધી પોતાની એક પછી એક જવાબદારી પુરી કરવા સાથે યથાશકિત આર્થિક મદદ કરી દીકરાઓને ઉડવા માટે ઈંધણ પુરૂ પાડ્યું.

પરિવારથી મળેલ સંસ્કાર, દીકરાઓની નિષ્ઠા સાથે અથાગ પરિશ્રમ કરવાની પ્રતિબધ્ધતા એ પાંચે પાંચ દીકરાઓને આમરણ ઉપરાંત મોરબી જિલ્લો જ નહી ગુજરાતમાં, પાટીદાર સમાજમાં એક આદરભર્યું સ્થાન અપાવ્યું. આજે તેમના પુત્રો મોરબી, સુરત, નવસારી,બોમ્બે સહીતના શહેરોમાં ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે. જીવરાજબાપા પુરા સ્વાસ્થ્ય સાથે 100 વર્ષે પહોંચ્યા, સમસ્ત પરિવારે પોતાના પિતા,દાદા માટે હોંશે હોંશે આમરણ મુકામે “જીવરાજબાપા સતાબ્દી મહોત્સવ” ધામધૂમથી ઉજવ્યો. આ ઉત્સવના પોતાના પિતાજીના બાળપણના લંગોટિયા તમામ મિત્રોના સન્માન કર્યા, આમરણ ગામ ધુમાડાબંધ જમાડ્યુ, રાત્રે કિર્તીદાન ગઢવીના ભજનો અને ધીરુભાઈ સરવૈયાના હાસ્ય દરબારની પણ મોજ કરાવી. પોતાના જીવનના ઘણા અંતિમ વર્ષોસુધી ગૌસેવાને જીવનનો એક હિસ્સો બનાવી અવિરત આમરણ ગામે ગૌશાળા ચલાવનાર જીવરાજબાપા હંસતા હંસતા 103 વર્ષની વયે આ ફાની દુનિયા છોડી અનંતની યાત્રાએ નિકળી ગયા.

હિન્દુ રીતરિવાજ મુજબ તેમના વિદાયના ત્રણ વર્ષ પૂર્ણ થતા બાપાની જન્મભૂમિ અને કર્મભૂમિ એવા આમરણ ગામે તેમનાં પત્ની ગં.સ્વ. વિજયાબેન પુત્રો રાઘવજીભાઈ ગડારા (મોરબી જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ, પાટીદાર અગ્રણી, ઉધોગપતિ) બાબુભાઈ, રસિકભાઈ ચંદુભાઈ સ્વ. કિશોરભાઈ પુત્રીઓ ચંપાબેન, ભાનુબેન પુત્રવધૂઓ માણેકબેન, અનસોયાબેન, મુકતાબેન, પ્રભાબેન,હીનાબેન પૌત્રો અમિતભાઈ, મહેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઇ, મનીષભાઈ, વિમલભાઈ, નેલ્સનભાઇ, મિલનભાઈ, મિતભાઈ પુત્રવધૂઓ રીમાબેન, સુષમાબેન, ભાવનાબેન, પૂર્વીબેન, અમીબેન, બ્રિંદાબેન, રોશનીબેન, પૌત્રીઓ અંજનાબેન, દીપુબેન સહિત સમસ્ત ગડારા પરિવાર દ્વારા બાપાને વિધિવત રીતે શ્રાદ્ધમાં ભેળવવામાં આવ્યા હતા. આ તકે ગૌમાતા માટે 500 કીલો સુખડી, જરૂરતમંદ બાળકો માટે મનભાવન મીઠાઈના બોક્ષ, જરૂરતમંદ ગરીબ પરિવારોને અનાજ સહિતની કીટ તેમજ ગૌશાળામાં આર્થિક અનુદાન આપી, જીવરાજબાપાના ગરીબોની મદદ, ગાયોની સેવા કરવાના બાપાના ઉમદા વિચારોના પગલે પગલે બાપાએ ચાતરેલ ચીલે ચાલી સમસ્ત ગડારા પરિવારે શ્રાદ્ધ સંપન્ન કર્યું હતું. બાપાના પુત્રો સાથી ગૌશાળામાં આર્થિક અનુદાન આપવા પુત્રીઓ પણ સાથે રહી હતી.

- text

- text