નુડલ્સ અને કપડાની આડમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ભેદી નાખતી ટંકારા પોલીસ

- text


છતર જીઆઇડીસીમા બંધ ગોડાઉનમાંથી 28 લાખનો દારૂ પકડી પાડ્યો

ટંકારા : ટંકારા પોલીસે બુટલેગરો ઉપર ધોસ બોલાવવનું શરૂ કરી નુડલ્સ અને કપડાની આડમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ભેદી નાખી પોલીમર્સ કંપનીના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો 28 લાખથી વધુનો જથ્થો પકડી પાડી આરોપીઓને શોધવા તજવીજ શરૂ કરી છે.

- text

ટંકારા પોલીસને સચોટ બાતમી મળી હતી કે, છતર નજીક આવેલ સત્યમ પોલીમર્સ ફેકટરીના બંધ પડેલા ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પડ્યો છે અને નુડલ્સ અને કપડાની આડમાં દારૂ સપ્લાય કરવામાં આવી રહ્યો છે જે બાતમીને આધારે ટંકારા પોલીસ ટીમે છતર જીઆઇડીસીમા આવેલ સત્યમ પોલીમર્સમા દરોડો પાડતા વિદેશી દારૂની 25, 056 બોટલ કિંમત રૂપિયા 28,05,120નો જથ્થો જપ્ત કરી વિદેશી દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા ઇસમોની શોધખોળ શરૂ કરી છે.

- text