મોરબીમાં પંખે લટકી આપઘાત પ્રયાસ, દોરી તૂટતાં યુવાન ઈજાગ્રસ્ત 

- text


વેલ્ડિંગ કામ ચાલતું ન હોવાથી આર્થિક ભીંસમાં યુવાને ભરેલું પગલું 

મોરબી : મોરબીના પંચાસરા રોડ પર રહેતા યુવાને ત્રણ દિવસ પહેલા પોતાના ઘરે આર્થિક ભીંસથી કંટાળી ગળે દોરી બાંધી પંખે લટકાઈ જવા પ્રયાસ કરતા પંખા સાથે યુવાન પણ નીચે પટકાતા ઈજાઓ પહોંચતા સારવાર અર્થે રાજકોટ ખેસેડવામાં આવ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ નજીક ક્રિષ્ના સોસાયટીમા રહેતા કનુભાઈ આલાભાઈ ચાવડા ઉ.31 નામના યુવાને આર્થિક ભીંસથી કંટાળી ગત તા. 25ના રોજ સવારે 10 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે પંખે દોરી બાંધી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે, દોરી તૂટી પડતા આ યુવાન ઇજાગ્રસ્ત થયો હતો. બાદમાં ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને પ્રથમ સારવાર મોરબી સીવીલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

- text

- text