મોરબીમાં ફાયરિંગ બાદ પોલીસની કોમ્બિંગ જેવી કાર્યવાહી : આઠ ઘાતક હથિયાર ઝડપાયા 

- text


હોથલ હોટલના પાર્કિંગમાંથી તેમજ ઇજાગ્રસ્તને હોસ્પિટલે લાવવા ઉપયોગમા લીધેલ કારમાંથી હથિયાર મળ્યા 

મોરબી : મોરબીના શનાળા નજીક હોથલ હોટલના પાર્કિંગમાં ગતરાત્રીના હથિયાર જોવા સમયે થયેલ ફાયરિંગની ઘટના બાદ પોલીસે બનાવ સ્થળે દોડી જઈ કોમ્બિંગ કેવી કાર્યવાહી કરી ફાયરિંગમાં ઇજા પામેલ યુવાનને જે કારમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો તે ફોર્ચ્યુનર કારમાંથી તેમજ બનાવ સ્થળે પડેલી જિપ્સીમાંથી કુલ આઠ હથિયાર કબ્જે કરી બે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

મોરબીમાં ફાયરિંગની આ ચકચારી ઘટના બાદ ઈજાગ્રસ્ત થયેલ આરોપી મહિપતસિંહ જાડેજાને શિવમ ભગવાનજીભાઈ ભુંભરિયા ક્રિષ્ના હોસ્પિટલ ખાતે પોતાની ફોર્ચ્યુનર કારમાં લાવ્યો હોવાનું અને કારમાં પણ હથિયાર હોવાનું જણાવતા પોલીસે કારની ચાવી માંગતા આરોપીએ ચાવી પોતાની પાસે ન હોવાનું જણાવતા પોલીસે કારનો કાચ તોડી કાર ચેક કરતા કારમાંથી ત્રણ છરી, એક ધારિયું, એક તલવાર અને એક બેઝબોલનો ધોકો મળી આવતા આરોપી શિવમ ભગવાનજીભાઈ ભુંભરિયા વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો. આ ઉપરાંત પોલીસે બનાવ સ્થળે પડેલી આરોપી રવિ પરબતભાઇ ખટાણા રહે.ધુનડા વાળાની માલિકીની નંબર પ્લેટ વગરની જીપ્સીમાંથી બે ધારદાર છરીઓ તેમજ જીપ્સી કબ્જે કરી રવિ પરબતભાઇ ખટાણા વિરુદ્ધ પણ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text