ટંકારાના નેકનામ અને સખપર વચ્ચેથી વિદેશી દારૂના જંગી જથ્થા સાથે એક પકડાયો, એક ફરાર

- text


ટંકારા : ટંકારા પોલીસે બાતમીને આધારે નેકનામ અને સખપર વચ્ચેની સીમમાંથી એક શખ્સને બાવળની કાટમાં છુપાવેલ વિદેશી દારૂના જંગી જથ્થા સાથે ઝડપી લીધો હતો જ્યારે અન્ય એક આરોપીનું નામ ખુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ અને સખપર વચ્ચેની સીમમાં આરોપી કલ્પેશ જેરામભાઈ દાદોદરા રહે.કોઠારીયા, રાજકોટ નામના શખ્સે બાવળની કાટમાં વિદેશી દારૂની જથ્થો છુપાવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતાં આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની નાની મોટી 1125 બોટલ કિંમત રૂપિયા 2, 14, 400 તેમજ એક મોબાઈલ રૂપિયા 5000 મળી આવતા પોલીસે આરોપી કલ્પેશની ધરપકડ કરી વિદેશી દારૂના ધંધામા અન્ય આરોપી આસિફ કડીવાર રહે.રાજકોટની સંડોવણી ખુલતા ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text