મોરબીના યુવાને ‘નો ડ્રગ્સ કેમ્પેઈન’ માટે 16,560 ફૂટની ઉંચાઈએ તિરંગો લહેરાવ્યો

- text


સાગર ફળદુ ઉપરાંત 11 સાહસિકોએ માઉન્ટ જગતસુખ પર આરોહણ કરી તિરંગો લહેરાવ્યો

મોરબી : મોરબીના યુવાન સાગર ફળદુ ઉપરાંત 11 સાહસિક યુવાઓની ટીમ દ્વારા તારીખ 26 સપ્ટેમ્બરના રોજ ખુબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ જગતસુખ કે જેની ઊંચાઈ 16,560 ફૂટ છે જેમાં દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો તથા NO DRUGS CAMPAIGN નો સંદેશ આપ્યો હતો.

ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન ઇન્વિન્સિબલ એન.જી.ઓ દ્વારા આ યુવાઓને 2 મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી. જેમાં દરરોજ 5 કિમીનું રનીંગ, સામાન સાથે ચઢ ઉતરની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ, ટ્રેકિંગ અને પર્વતારોહણનો આગવો અનુભવ ધરાવતા પ્રતિયોગીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત વીડિયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી અને ત્યાર બાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી.

- text

યુવાનોની આ ટીમે 21 સપ્ટેમ્બરના રોજ મુશ્કેલ ગણાતા માઉન્ટ જગતસુખ તરફ પ્રયાણ કર્યું હતું અને 26 સપ્ટેમ્બરના રોજ સમિટ કરી 16,560 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો હતો NO DRUGS CAMPAIGN નો મેસેજ આપ્યો હતો. જેથી યુવાઓમાં ડ્રગ્સ માટેની જાગૃતતા વધે માટે સમગ્ર ટીમને ઇન્વિન્સિબલ એન.જી.ઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી.

આ 12 સાહસિક યુવાનોની ટીમમાં મોરબીના સાગર ફળદુ ઉપરાંત ભાવેશ બાંભણીયા, ભાવિન ગોહિલ, સમર્થ વાછાની, વિશુ બલર, હરિન ભાવસાર, ધ્રુવ પટેલ, વેદાંત ધોળકીયા, દેવાંશ રાવલ, સાગર જસાણી, હર્ષલ ગોહેલ, યશ આહુજાએ ત્રિરંગો લહેરાવી દેશનું ગૌરવ વધાર્યું હતું. ઇન્વિન્સિબલના આ 12 પર્વતારોહકોનું નો ડ્રગ્સ અવરેનેસ અભિયાન ખૂબ જ પ્રસંશનીય છે.

- text