હળવદ કોર્ટ નજીક ફાયરિંગ કરવાના ગુન્હામાં ફરાર આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લેતી મોરબી પોલીસ

- text


વર્ષ 2021માં પેરોલ ઉપર છૂટયા બાદ ત્રણ વર્ષથી ફરાર થઈ હળવદમા ગુન્હાને અંજામ આપ્યો હતો

મોરબી : મોરબી સબજેલમાં સજા ભોગવતા હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના કાચા કામના કેદીએ પેરોલ જમ્પ કરીને હળવદ કોર્ટ નજીક બે સગાભાઈઓ ઉપર ફાયરિંગ કરી ફરાર થઇ જતા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે આરોપીને મધ્યપ્રદેશના અંતરિયાળ વિસ્તારમાંથી ઝડપી લઈ મોરબી સબજેલ હવાલે કર્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ખૂની હુમલા કેસમાં મોરબી સબજેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો જુના દેવળીયા ગામનો આરોપી રાજેશ મનજીભાઈ ભોરણીયા જેલમાંથી પેરોલ ઉપર છૂટયા બાદ છેલ્લા સાડા ત્રણ વર્ષથી ફરાર થઇ ગયા બાદ તા.26-12 – 2023ના રોજ હળવદ કોર્ટ નજીક પ્રદ્યુમ્નસિંહ દશરથસિંહ પરમાર અને પંકજસિંહ દશરથસિંહ પરમાર ઉપર પોતાના પુત્ર સાથે મળી ફાયરિંગ કર્યા બાદ ફરાર થઇ જતા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીને આધારે આરોપી રાજેશ મનજી ભોરણીયાને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અંતરિયાળ ગામ પીપળીયાવાત ગામેથી ઝડપી લઈ મોરબી સબજેલ હવાલે કર્યો હતો.

- text