આયુષ હોસ્પિટલ દ્વારા કાલે રવિવારે મેરેથોન અને સાઈકલોથોન : ઇનામોની થશે વણઝાર

 

2 કિમિ, 5 કિમિ અને 10 કિમીની મેરેથોન તેમજ 15 કિમિની સાયકલોથોનનું આયોજન : વિજેતાઓને રૂ 11,000, રૂ. 5100 અને રૂ. 2500ના ઇનામો : ભાગ લેનાર તમામ સ્પર્ધકને મેડલ, ટી શર્ટ, પોસ્ટ રન બ્રેકફાસ્ટ જેવી સુવિધાઓ અપાશે

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આજના સમયમાં હૃદયરોગના હુમલા આવવાના બનાવો સતત વધી રહ્યા છે. જેને લઈને સરકારથી લઈને આરોગ્ય વિભાગ ચિંતિત છે. ત્યારે યુવાનોમાં વધતા હૃદયરોગના હુમલાને રોકવા અને મોરબીમાં યુવાનોને હૃદયની બીમારીઓ અંગે જાગૃત કરવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે જરૂરી એવી મેરેથોન અને સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે

આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા તા. 29 સપ્ટેમ્બરના રોજ સવારે 6 કલાકે 2 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની મોરબી મેરેથોન અને 15 કિલોમીટરની સાયકલોથોન 2024નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દોડો દિલ સે થીમ હેઠળ યુવાનોને જોગીંગ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

આયુષ હોસ્પિટલ આયોજિત મેરેથોન એન્ડ સાયકલોથોન 2024માં ભાગ લેનાર સ્પર્ધકો માટે આકર્ષક ઇનામો પણ રાખવામાં આવેલ છે. જેમાં રૂ 11,000, રૂ. 5100 અને રૂ. 2500ના ઇનામો પણ આપવામાં આવનાર છે. ભાગ લેનાર તમામ સ્પર્ધકને મેડલ, ટી શર્ટ, પોસ્ટ રન બ્રેકફાસ્ટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે.

મેરેથોન અને સાયકલોથોન ઉમિયા સર્કલ ખાતેથી સવારે 6 કલાકે શરૂ થશે. અને ઉમિયા નવરાત્રી મહોત્સવ- રામકો રેસિડેન્સી ખાતે પૂર્ણ થશે. અંદાજે 1000થી વધુ લોકો આ ઇવેન્ટમાં જોડાવાના છે. જો તમે હજુ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો અત્યારે જ રજિસ્ટ્રેશન કરો.

મો.નં.95587 26717
મો.નં.70634 62640
મો.નં 72010 54262
મો.નં.70463 38003