કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ટેક્નોલોજી સપ્તાહ તથા કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહની ઉજવણી કરાઈ

- text


મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા તારીખ 23 સપ્ટેમ્બર થી 27 સપ્ટેમ્બર સુધી રોજ મોરબી જિલ્લાના વિવિધ ગામો તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે ટેક્નોલોજી સપ્તાહ તથા કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખેડૂત તાલીમ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા પ્રો. એમ.એફ. ભોરણીયાએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જુદા-જુદા પાકોની બહાર પાડવામાં આવેલી અદ્યતન જાતો, રોગ જીવાંત નિયંત્રણ તેમજ પ્રાકૃતિક ખેતીમાં પાક સંરક્ષણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે વિષય નિષ્ણાત ડો. કે.એન. વડારીયાએ સંકલિત પોષણ વ્યવસ્થા તેમજ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અને આયામો અંગે માહિતી આપી હતી. કેન્દ્રના નિવૃત્ત વડા ડો. એલ.એલ. જીવાણીએ પણ ઉપસ્થિત રહીને શિયાળુ પાકોની જાગો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ આયોજનમાં આગાખાન સંસ્થા (એ.કે.આર.એસ.પી.). જી.એન.એફ.સી તથા બીસીસીઆઈના કર્મચારીઓએ સહકાર આપ્યો હતો. કાર્યક્રમના સમગ્ર સપ્તાહ દરમિયાન જિલ્લાના 529 ખેડૂત ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

- text

- text