શનાળા નજીક થયેલ ફાયરિંગની ઘટનામાં બે પિસ્તોલ સાથે શખ્સની ધરપકડ

- text


મોરબી : મોરબીના શનાળા નજીક હોથલ હોટલ ખાતે બનેલ ફાયરીંગની ઘટનામાં સંડોવાયેલ આરોપીને બે પિસ્તોલ તથા પાંચ જીવતા કાર્ટીઝ સાથે એલસીબીએ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઇકાલે તા.૨૭ના રોજ મોરબીના શનાળા ગામ નજીક આવેલ હોથલ હોટલ ખાતે હથિયાર ચેક કરતા ફાયરીંગ થયાનો બનાવ બન્યો હતો. જેમાં એક વ્યકિત ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે એક ઇસમ હથિયાર સાથે નાસી ગયેલ હોય જે અંગે મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.માં બી.એન.એસ. ની કલમ ૧૧૦ ૧૨૫(બી) ૫૪ આર્મ્સ એક્ટ ૨૫(૧-બી)એ. ૨૭(૧), ૨૫(૯) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હતો.

- text

જેને લઈને મોરબી એલસીબીએ ભાર્ગવ ઉર્ફે મોન્ટુ પલ્લવભાઈ રાવલ ઉ.વ.૨૮ રહે મોરબી ભક્તિનગર સર્કલ, અનામીકા પાર્ક સોસાયટીવાળાને દેશી હાથબનાવટની બે પિસ્તોલ અને પાંચ જીવતા કાર્ટીઝ સાથે પકડી પાડેલ છે. આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયા, પો.સબ.ઇન્સ. કે.એચ.બોચીયા, વી.એન.પરમાર તથા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતો.

- text